Gujarat Rain Forecast | Ambalal Patel | સૌરાષ્ટ્રમાં વરસાદ મહેર કરતા કહેર વરસાવશે | મોટી આગાહી
Continues below advertisement
Ambalal Patel weather forecast: ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. મોટાભાગના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ લેટેસ્ટ આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 20થી 24 જુલાઈ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં નોંધપાત્ર વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલ અનુસાર વલસાડના કેટલાક ભાગોમાં 10 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે. પોરબંદર અને દ્વારકા વિસ્તારમાં 8થી 9 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસવાની તેમણે આગાહી કરી છે.ખંભાળિયામાં 8 ઇંચ, ભાવનગરમાં 7 ઇંચ, સુરત અને પંચમહાલમાં 6થી 8 ઇંચ વરસાદની આગાહી કરવામાં આવી છે. જામનગરમાં 5 ઇંચ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 10 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે.
Continues below advertisement