Ambalal Patel : ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, અંબાલની મોટી આગાહી
Ambalal Patel : ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, અંબાલની મોટી આગાહી
Rain Forecast:રાજ્યમાં અતિ ભારે વરસાદનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મત મુજબ 3થી 7 જુલાઈમાં ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાટણ, સમી, હારીજમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. માંડલ, દસાડા, વિરમગામ, મહેસાણામાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. કચ્છ, પંચમહાલના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. મહીસાગર, બોડેલી, કરજણમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે. ભરૂચ, નવસારી, સુરતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ 4 જુલાઇથી ગુજરાતમાં ફરી એક ભારે વરસાદનો આ રાઉન્ડ આવશે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે. હાલ બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા સર્જાયો છે ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સિસ્ટમ સર્જાઇ છે. જેના કારણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.
દેશભરમાં ચોમાસુ સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું છે. પર્વતીય રાજ્યોથી લઈને મેદાની વિસ્તારો સુધી, ચોમાસાની અસરના ઘણા ચિત્રો સામે આવી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી સતત વરસાદને કારણે ઘણા રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉત્તરાખંડ અને હિમાચલમાં ભૂસ્ખલનના ઘણા જીવલેણ બનાવો નોંધાયા છે. છેલ્લા એક અઠવાડિયાથી ભારે વરસાદને કારણે ઉત્તરાખંડમાં નદીઓ પૂરમાં છે. તો હવામાન વિભાગે આજે પણ દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તરાખંડ, હિમાચલ તેમજ મધ્યપ્રદેશ-રાજસ્થાનમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આગામી 6 દિવસ સુધી મહારાષ્ટ્ર, ગુજરાતમાં વરસાદની આગાહી છે. ઓડિશા અને ઝારખંડ માટે આજે પણ વરસાદની ચેતવણી છે, જ્યારે દિલ્હી NCRમાં આજે પણ મઘ્યમથી ભારે વરસાદનું અનુમાન છે.