Ambalal Patel | ગુજરામાં ફરી આવશે વરસાદ? જુઓ અંબાલાલ પટેલે શું કરી મોટી આગાહી?

Continues below advertisement

Rain: ગુજરાતમાં નવરાત્રી પર્વની ધામધૂમથી ઠેર ઠેર ઉજવણી કરાઇ રહી છે. ખેલૈયાઓ મનભરીને માતાજીના ગરબા રમી રહ્યાં છે. પરંતુ આ વખતે ફરી એકવાર આફતના વાદળો ઘેરાયા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવરાત્રીમાં પાંચ દિવસ વરસાદ પડવાની આગાહી કરી છે. જો વરસાદ પડશે તો ખેલૈયાની મજા બગડશે.

ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યમાં ચોમાસાના વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હજુ પણ ચોમાસાનો વરસાદ પુરો નથી થયો, આગામી દિવસોમા એટલે કે આવતીકાલથી 12 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદી માહોલ જામશે, આવતીકાલથી રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે. ખેલૈયાની મજા બગડતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યુ છે. તેમના મતે આવતીકાલથી 12 ઓક્ટોબરની વચ્ચે હળવા વરસાદની શક્યતાઓ છે, આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. આગામી 16 થી 22 ઓક્ટોબર વચ્ચે હળવાથી ભારે વરસાદની શક્યતા છે. પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતાઓ છે. 22 ઓક્ટોબરથી સવારમાં ઠંડીનો અહેસાસ થઇ શખે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram