Ambalal Patel Prediction on Election Result : પેટા ચૂંટણીના પરિણામ અંગે અંબાલાલ પટેલની આગાહી
Ambalal Patel Prediction on Election Result : પેટા ચૂંટણીના પરિણામ અંગે અંબાલાલ પટેલની આગાહી
પેટા ચૂંટણીના પરિણામ અંગે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી. ગુજરાતના વિકાસ મોડલના આધારે પરિણામ આવશે. રાજકીય પક્ષોમાં ઉણપ રહી છે તેમના માટે નિરાશાજનક પરિણામ હશે..ચૂંટાનારા લોકો નવી વિચારધારા ધરાવતા હશે તેવો કર્યો દાવો.
'પેટાચૂંટણીના પરિણામ કેટલાક લોકો માટે હશે હતાશાજનક. ચૂંટાનાર ઉમેદવાર નવી વિચારધારાવાળા હશે...' જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે કરી છે આ આગાહી. 23 જૂને છે વિસાવદર અને કડીની પેટાચૂંટણીનું પરિણામ. તે પહેલાં પરિણામને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી કે, પેટાચૂંટણીના પરિણામ કેટલાક લોકો માટે હતાશાજનક હશે. જે ઉમેદવાર હારશે તે પક્ષની ઉણપના કારણે હારશે. જેથી તેણે નિરાશ થવાની જરૂર નથી. ચૂંટાનારા લોકો નવી વિચારધારાવાળા હશે.