Ambalal Patel Prediction: આગામી 24 કલાકમાં કમોસમી વરસાદની અંબાલાલની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?
ગુજરાતમાં શિયાળાની ઠંડી વચ્ચે હવે માવઠાની આગાહી કરવામાં આવી છે, જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આવતીકાલે ઉત્તર ગુજરાતમાં માવઠુ થશે અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. રાજસ્થાનના ભાગોમાં સાયક્લૉનિક સર્ક્યૂલેશન થવાના કારણે રાધનપુર, ડીસા, થરાદમાં કમોસમી વરસાદ ખાબકશે, જેને લઇને કૃષિ પાકોને નુકસાનની ભીતિ સેવાઇ છે.
ગુજરાતમાં અત્યારે કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, ત્યાં હવે હવામાનમાં અચાનક પલટો આવવાની સંભાવના છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ભરશિયાળે 'માવઠા' (Unseasonal Rain) ની આગાહી કરી છે. રાજસ્થાનના ભાગોમાં સાયક્લૉનિક સર્ક્યૂલેશન થવાના કારણે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકશે, જેમાં રાધનપુર, ડીસા, થરાદ સહિતના વિસ્તારોમાં માવઠાને લઇ ખેડૂતોની ચિંતા વધી છે. જ્યારે કચ્છમાં ક્યાંક હળવા ઝાંપટા પડી શકે છે. ખાસ વાત છે કે, નવસારી, સુરત સહિતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. અચાનક માવઠુ થવાના કારણે ખેડૂતોના પાકોની પણ ભીતિ સેવાઇ રહી છે.