Ambalal Patel Prediction: આ તારીખથી શરૂ થશે પ્રિ-મોન્સૂન એક્ટીવીટી: અંબાલાલ પટેલની મોટી આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, 30 એપ્રિલથી પ્રિ મોન્સૂન એક્ટીવીટી શરૂ થવાની શક્યતા છે. 10, 11 મે સુધીમાં રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે કમોસમી વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. આ દરમિયાન ભારે પવનથી બાગાયતી પાકોને અસર થવાની પણ શક્યતા છે. 30 એપ્રિલથી 11 મે સુધીમાં રાજ્યનાં ઘણા ભાગોમાં પ્રિ મોન્સૂન વરસાદ થવાની શક્યતા છે. ત્રીજી મેથી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરાઈ છે
અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રાજ્યના મોટા ભાગમાં ભારે પવન ફૂંકાશે અને બાગાયતી પાકને નુકશાન થવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે. આંબાના મોર ખરવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે. હાલ તો સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે.
Tags :
Ambalal Patel Prediction