Ambalal Patel: શિયાળામાં વધારે માવઠા થશે...નવેમ્બરમાં ફુંકાશે ભારે પવન; મોટી આગાહી | Abp Asmita
Continues below advertisement
Ambalal Patel: શિયાળામાં વધારે માવઠા થશે...નવેમ્બરમાં ફુંકાશે ભારે પવન; મોટી આગાહી | Abp Asmita
અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. અંબાલાલે જણાવ્યું કે, 22મી ઓક્ટોબરથી અંદમાન નિકોબાર પાસે સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાથી 100થી 120 કિમી પ્રતિ કલાક ગતિનું વાવાઝોડું થવાની શક્યતા છે જ્યારે દિવાળીના તહેવારથી ઠંડી પડવાની શરૂઆત થઈ શકે છે. તો બીજી બાજુ હવામાન વિભાગે આજથી વરસાદનું જોર ઓછું થવાની આગાહી કરી છે.
અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમ બની રહી છે અને આગામી 24 કલાક બાદ ગુજરાતમાં વાતાવરણ સુકુ થવાનું અનુમાન છે. બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઇ છે જે ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થવાનું અનુમાન છે. અંબાલાલનું કહેવુ છે કે નવેમ્બર મહિનામાં પણ માવઠું થઇ શકે છે.
Continues below advertisement