Kanti Amrutiya: રાજીનામાના ચેલેન્જના ડ્રામા વચ્ચે abp અસ્મિતા પર કાંતિ અમૃતિયાની ચેલેન્જ

મોરબીમાં રાજકીય પક્ષો વચ્ચે ચાલી રહેલું 'ચેલેન્જ વોર' વધુ ગરમાયું છે. તાજેતરમાં, કૉંગ્રેસ દ્વારા નગરપાલિકા ઘેરાવની જાહેરાત બાદ, મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ વધુ એક ચેલેન્જ આપી છે. આ વખતે તેમની ચેલેન્જ સીધી મોરબીની જનતાને છે, જેમાં તેમણે આગામી છ મહિનામાં શહેરના તમામ વિકાસ કાર્યો પૂર્ણ કરી દેવાનો દાવો કર્યો છે.

કાંતિ અમૃતિયાના વાયદા: "મોરબીની જનતાને ખાતરી આપું છું..."

ABP અસ્મિતા સાથેની વાતચીતમાં ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ જણાવ્યું કે, "લાતી પ્લોટ સહિતના વિસ્તારોમાં આગામી 15 દિવસમાં કામ શરૂ થઈ જશે. ભૂગર્ભ ગટર અને પાણીના નિકાલની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવશે." તેમણે મોરબીની જનતાને આશ્વાસન આપતા કહ્યું કે, "હું મોરબીના જનતાને વિશ્વાસ અને આશ્વાસન આપું છું કે રોડના તમામ કામો થઈ જશે." આંદોલનો કોણ કરી રહ્યું છે તે મુદ્દે બોલવાનું ટાળતા તેમણે સ્વીકાર્યું કે, "મોરબીના લોકોનો પ્રશ્ન છે તે સાચી વાત છે."

અમૃતિયાએ ભારપૂર્વક કહ્યું કે, "આગામી છ મહિનામાં મોટાભાગના કામો પૂરા થઈ જશે. મોરબીની જનતાને ખાતરી આપું છું કે તમામ વિસ્તારોમાં રોડ-રસ્તાના કામ થઈ જશે. ધારાસભ્ય તરીકે અમારી જવાબદારી છે કે લોકોને મુશ્કેલી ન પડે." તેમણે ઉમેર્યું કે, "રોડ-રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓના ટેન્ડર પણ પ્રસિદ્ધ થઈ ગયા છે."

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola