Amit Shah on Monsoon : ચોમાસાનો વરસાદ ખેંચાવાને લઇને અમિત શાહે વ્યક્ત કરી ચિંતા

Continues below advertisement

ચોમાસાનો વરસાદ ખેંચાતા કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહે ચિંતા વ્યક્ત કરી. ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ધારાસભ્ય, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા-તાલુકા અને નગરપાલિકાના પ્રમુખોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લાના વિકાસ કાર્યોની સમીક્ષા કરાઈ.. બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વરસાદ ખેંચાવાના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળતા તાત્કાલિક કન્ટીજન્સી પ્લાન તૈયાર કરવા અને બિનપિયત વિસ્તારનો સર્વે હાથ ધરી વિગતો તૈયાર કરવા સૂચના આપી. સાથે જ ખેડૂતોને વાવેતર કરવામાં ઉતાવળ ન કરે તે સમજાવવા માટે પણ પ્રશાસનને સૂચના આપી છે. પાણી અને ઘાસચારા અંગે અત્યારથી જ આયોજન કરવા અને સંભવિત પાક નુકસાની અંગે સર્વેની તૈયાર કરવા અમિત શાહે સૂચના આપી.. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola