Amit Shah: CAAને લઈ વિપક્ષ પર ફરી અમિત શાહના આકરા પ્રહાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર કર્યા પ્રહાર. INDIA ગઠબંધને તૃષ્ટીકરણની કરી રાજનીતિ. કાયદો નાગરિકો માટે હોય છે, નાગરિકો કાયદા માટે ન હોય તેવી અમિત શાહે કરી વાત. વધુમાં કહ્યું આજ સુધી કહેવાતા શરણાર્થી હવે ભારતના છે સંતાન 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CAA કાયદા હેઠળ 188 લોકોને બનાવ્યા ભારતના નાગરિક.કહ્યું ભૂતકાળની સરકારોએ દેશના જ નાગરિકોને પોતાના લાભથી વંચિત રાખી પીડા આપી

એક દિવસના અમદાવાદ પ્રવાસ માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ 188 જેટલા લોકોને ભારત દેશની નાગરિકતા આપી.પંડિત દિન દયાળ ઉપાધ્યાય હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પાકિસ્તાનના સિંધ,બાંગ્લાદેશ સહિતના દેશમાં વસતા મૂળ હિંદુઓને નાગરિકતા સોંપી.અમિત શાહે ભૂતકાળની કોંગ્રેસની સરકાર પર પ્રહાર કરી નિવેદન આપ્યું કે તે વખતની સરકારે દેશના હક્ક ધરાવતા લોકો સાથે અન્યાય કર્યો અને તેમના હક્કથી વંચિત રાખ્યા.વર્ષ 2014 ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપે CAA લાગુ કરવા વાયદો કર્યો જે 2019 માં અમલી બન્યો અને તે સમયે પણ વિપક્ષે લોકોને ભડકાવવાનું કામ કર્યું.આજે પણ મુસ્લિમ સમાજમાં તુષ્ટિકરણની રાજનીતિ કરી કોંગ્રેસ વોટબેન્ક સાચવવા પ્રયાસ કરે છે.અમિત શાહે ત્યાં સુધી વચન આપ્યું કે મુસ્લિમ સમાજના લોકોના હક્ક ઉપર કોઈ તરાપ નહિ મારી શકે.તેમની નાગરિકતા તેમને મળશે.બાંગ્લાદેશનું ઉદાહરણ આપતા અમિત શાહે કહ્યું કે વિભાજન સમયે બાંગ્લાદેશમાં 27 ટકા હિન્દૂ હતા જેની સરખામણીએ આજે 9 ટકા હિન્દૂ બચ્યા છે.જેની પાછળ કારણ છે ધર્મ પરિવર્તન.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola