ગુજરાતમાં વિપક્ષના નેતાપદેથી દૂર કરાયેલા પરેશ ધાનાણીએ ક્યા ભજન પર બોલાવી મંજીરાંની રમઝટ, જુઓ વીડિયો
અમરેલીઃ ગુજરાત વિધાનસભાના અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીનો મંજીરાં વગાડતો વીડિયો વાયરલ થયો છે. ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતાપદેથી દૂક કરાયેલા ધાનાણીએ ફરી મંજીરા હાથમાં લીધા હતા અને એક કાર્યક્રમમાં મંજીરા ની રમઝટ બોલાવી હતી. અમરેલીના કેરિયા ચાટ ખાતે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં ધાનાણીએ મંજીરા વગાડી ધૂનમાં ભાગ લીધો હતો. ધાનણીનો મંજીરા વગાડતો વીડિયો થયો હાલ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે.