Amreli: કોઈપણ મુશ્કેલીમાં કે જરૂર પડી ત્યા દીલીપભાઈએ સહકાર આપ્યો: જયેશ રાદડીયા
સહકારી આગેવાન અને ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીના જન્મ દિવસ નિમિત્તે અમરેલી ખાતે એક ભવ્ય કાર્યક્રમ રવિવારે સાંજે યોજાયો હતો. પુરષોતમ રૂપાલા, જયેશ રાદડીયા, નીતીન પટેલ, આરસી ફળદુ, સાંસદ કાછડીયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા, ઈફ્કોના ડાયરેક્ટ તરીકે જયેશ રાદડિયાની અપક્ષ જીત બાદ નો આ કાર્યક્રમ એક રિતે દીલીપ સંધાણીનુ શકિત પ્રદર્શન પણ માનવામાં આવે છે.. આ પ્રસંગે સંબોધન કરતા જયેશ રાદડિયા એ દીલીપ સંધાણી ને પીતા સમાન ગણાવ્યા હતા. અને જણાવ્યું હતું કે દીલીપ ભાઈ સંધાણી એ વિઠ્ઠલભાઈ રાદડિયાની છત્રછાયા નથી. પરંતુ કોઈપણ મુશ્કેલીમાં કે જરૂર પડી ત્યા દીલીપ ભાઈ એ સહકાર આપ્યો છે..