અમરેલીનો આ યુવાન સતત 72 કલાક સુધી દોડી વર્લ્ડરેકોર્ડ બનાવશે, જુઓ વીડિયો
અમરેલીના ઘનશ્યામ સુદાની ગણતંત્ર દિનની ઉજવણી અનોખી રીતે કરી રહ્યા છે. તેઓ સતત 72 કલાક સુધી દોડીને નવો કીર્તિમાન સ્થાપિત કરશે. સતત 72 કલાક દોડીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ તેમજ લિમ્કા બુક ઓફ રેકોર્ડ નોંધાવશે. 72 કલાકમાં 562 કિલોમીટર દોડીને પોતાનો લક્ષ્યાંક સિદ્ધ કરશે. સરદાર વલ્લભભાઈ પટેલે 562 જેટલા રજવાડાઓને વિલીનીકરણ કર્યા હતા અને એટલા જ માટે ઘનશ્યામે પણ આજે લક્ષ્યાંક સાથે દોડની શરૂઆત કરી છે