Amreli Murder Case: જાફરાબાદના વડલી ગામની હત્યા કેસમાં પોલીસે બનેવીની કરી ધરપકડ
અમરેલી જિલ્લામાં જાફરાબાદ તાલુકાના વડલી ગામે સાળાને પેટમાં લાકડુ મારી હત્યા કરનાર બનેવીને નાગેશ્રી પોલીસએ ગણતરીની કલાકોમાં દબોચી લીધો. નાગેશ્રી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ માટે રિમાન્ડની તજવીજ હાથ ધરી.
અમરેલીના જાફરાબાદ તાલુકાનું વડલી ગામમાં 2 દિવસ પહેલાં બનેવીએ જ સાળાની કરી નાખી હતી હત્યા. પોલીસે આરોપી બનેવીની કરી છે ધરપકડ. સાળો પ્રવીણ સોલંકી ગામમાં દૂધ લેવા નીકળ્યો. આ સમયે તેના બનેવી રમેશ બાંભણીયાએ તેને પહેલાં તો પેટમાં લાત મારી. બાદમાં લાકડું માર્યું. ગંભીર ઈજા થતાં પ્રવીણને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું.. પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી રમેશની ધરપકડ કરી. પોલીસ તપાસમાં ખુલ્યું કે, મૃતક પ્રવીણની બહેને આરોપી રમેશ સાથે પ્રેમલગ્ન કર્યા હતા.. જો કે, ઘરકંકાસને લઈ રમેશની પત્ની પિયરે આવી હતી. જેનું મનદુઃખ રાખી રમેશે સાળાની જ હત્યા કરી નાખી.