Anand Women Death: તબીબની બેદરકારીથી મહિલાનું મોત, પરિવારજનોએ હોસ્પિટલમાં કર્યો હોબાળો
Anand Women Death: તબીબની બેદરકારીથી મહિલાનું મોત, પરિવારજનોએ હોસ્પિટલમાં કર્યો હોબાળો
આણંદના આંકલાવમાં શ્રી હોસ્પિટલમાં દર્દીના મોતને લઈ હોબાળો મચ્યો હતો. તબીબની બેદરકારીથી મહિલાનું મોત થયાનો પરિવારે આક્ષેપ કર્યો છે. કુટુંબ નિયોજન ઓપરેશન માટે મહિલાએ ઓપરેશન કરાવ્યા બાદ મહિલાની તબિયત બગડી હતી, બાદમાં દર્દીનું મોત થતાં પરિવારે મહિલાનું પોસ્ટમોર્ટમ કરાવવાની માગ કરી છે, પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
આણંદ જીલ્લાના કસુંબાડ ગામની મહિલા દર્દી હેતલ પરમાર કુટુંબ નિયોજન ઓપરેશન માટે શ્રી હોસ્પિટલમાં આવી હતી. ઓપરેશન બાદ મહિલાને રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ મહિલાની તબિયત લથડી હતી. બાદમાં પુનઃ હોસ્પિટલ લાવતા તબીબે મહિલાને મૃત જાહેર કરી હતી. મહિલાના મોતથી તેના પરિવારજનોનો તબીબ પર બેદરકારીનો ગંભીર આક્ષેપ કર્યો છે. પરિવારના સભ્યોએ કેબિનમાં ઘૂસી તબીબ અને મહિલા તબીબ સાથે મારામારી કરી હતી.