Bridge Collapse | ગુજરાતમાં વધુ એક ભ્રષ્ટાચારનો બ્રિજ ધસી પડ્યો,બ્રિજ ચાલુ થાય તે પહેલા જ તૂટી પડ્યો
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી ગામ ખાતે નિર્માણાધીન પિલર અને એપ્રોચનો ભાગ આજ રોજ નમી ગયો હતો જેને લઈને આ નિર્માણ આધીન બ્રિજની કામગીરી વિશે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.
હવે ગુજરાતમાં વિકાસના બ્રિજ કેમ તૂટી રહ્યા છે એ પ્રશ્ન દરેક જિલ્લામાં લોકો પૂછી રહ્યા છે અને એવી જ ઘટના વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી ગામ ખાતે પણ બની અને જે સાડા નવ કરોડના ખર્ચે 126 મીટર લાંબો અને સાડા પાંચ મીટર પહોળો બ્રિજ જેને અટલ સેતુ નામ આપવામાં આવનાર હતું... એના બ્રિજ ના જે પિલર અને એપ્રોચ નો ભાગ નમી ગયો હતો, હાલ આ બ્રિજ નિર્વાણાધીન છે ત્યારે જે સમયે આ પિલર અને એપરોજ બેસી ગયો ત્યારે આ કોન્ટ્રાક્ટર ના કોઈપણ વ્યક્તિ અહીંયા હાજર નહોતા અને ચોમાસાને લઈને હાલ આ બ્રિજનું કામ બંધ કરી દેવામાં આવ્યું હતું.
2022 માં ટુરીઝમ સર્કિટ ડેવલપ કરવા માટે અને વિસ્તારનું ડેવલપમેન્ટ થાય એ માટે મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા ખાતમૂહરત કર્યું હતું અને સરકારે 9:30 કરોડ રૂપિયા આ બ્રિજ માટે ફાળવવામાં આવ્યા હતા વલસાડનો માર્ગ અને મકાન વિભાગ અને દેખરેખ કરી રહ્યું હતું અને આજરોજ આ ઘટના બનતા હાલ તેઓ તેનો રિપોર્ટ બનાવી રહ્યા છે