Mahisagar news: મહિસાગરના નલ સે જલ કૌભાંડમાં વધુ એક કોન્ટ્રાકટરની ધરપકડ કરવામાં આવી

Continues below advertisement

મહિસાગરના નલ સે જલ કૌભાંડમાં વધુ એક કોન્ટ્રાકટરની ધરપકડ કરવામાં આવી છે. બાબુ પટેલ નામના કોન્ટ્રાકટરની વડોદરા CID ક્રાઈમે ક્રાઈમે ધરપકડ કરી. હજુ ચાર પાંચ દિવસ પૂર્વે નલ સે જલ કૌભાંડમાં પાંચ કોન્ટ્રાકટરની ધરપકડ કરાઈ હતી.  હવે વધુ એકની ધરપકડ સાથે તાજેતરમાં જ ધરપકડ કરાયેલા આરોપીઓનો આંક છ થયો છે. નલ સે જલ કૌભાંડમાં ગેરરિતી મુદ્દે વાસ્મો કચેરીના અધિકારી અને કર્મચારી મળી કૂલ 12 સામે ફરિયાદ બાદ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ CID ક્રાઈમે પકડાયેલા આરોપીઓની ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી. જેના કારણે ધરપકડનો દૌર થોડા સમય માટે અટકી ગયો હતો. જોકે હવે ફરીથી ધરપકડનો દૌર શરૂ થતા કૌભાંડ આચરનારા કોન્ટ્રાકટરો અને સરકારી બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola