Morbi News: મોરબીમાં ફરી સામે આવ્યો અસામાજિક તત્વોનો આતંક, સનાળા રોડ પરની ઑફિસમાં કરી તોડફોડ
મોરબીમાં શનાળા રોડ પર જિલ્લા પંચાયતના સદસ્યની ઓફિસમાં તોડફોડ. હું ઓફિસ હોય ત્યારે માથાકૂટ કરવા આવવા અજય લોરિયાનો ગુંડાતત્વોને પડકાર.
મોરબીમાં સેવા એ જ સંપત્તિ નામની ઓફિસમાં ત્રણ સખ્સોએ તોડફોડ કરી. જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. ઓફિસે આવેલા ત્રણેય શખ્સે હાજર રહેલા કર્મચારીને ગાળો આપીને લાકડાના ધોકાથી તોડફોડ કરી હતી. કર્મચારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે જયેશ કાસુન્દ્રા, પ્રકાશ ભુત સહિત ૩ સામે ગુનો નોંધાયો..
પહેલા ત્રણ શખ્સો દાદાગીરી સાથે ઓફિસમાં પ્રવેશ્યા. બાદમાં હાજર કર્મચારી સાથે બોલાચાલી કરી અને ગાળો આપી. જેમાંથી એક શખ્સ હાથમાં દંડો લઈને આવ્યો અને ઓફિસમાં તોડફોડ કરવા લાગ્યો. દ્રશ્યો છે મોરબીના શનાળા રોડ પર આવેલી સેવા એ જ સંપતિ નામની ઓફિસના. અજય લોરિયા નામના વ્યક્તિની આ ઑફિસ છે. જેમના પાર્ટનર સાથેની અદાવતમાં જયેશ કાસુંદ્રા નામના શખ્સે ઑફિસ પર આવી તોડફોડ કરી. જેને લઈને પોલીસે જયેશ કાસુન્દ્રા, પ્રકાશ ભુત સહિત ૩ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી.