Arjun Modhwadia | ગુજરાત કૉંગ્રેસના દિગ્ગજ નેતા અર્જૂન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દિધુ છે. અર્જૂન મોઢવાડિયાએ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને પોતાનું રાજીનામું સોંપ્યું છે. અર્જૂનભાઈ કૉંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી પણ રાજીનામું આપી દિધુ છે. કૉંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ અર્જૂનભાઈએ કારણ પણ જણાવ્યું છે.