Harsh Sanghavi: હર્ષ સંઘવીને મળી વધુ એક મોટી જવાબદારી

Continues below advertisement

ગુજરાત સરકારના નવા મંત્રીમંડળની રચના બાદ હવે આજે વધુ એક મોટી જવાબદારી મંત્રીઓને સોંપવામાં આવી છે. ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી સોંપાઇ છે, સાથે સાથે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રવક્તા મંત્રીઓના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારના નીતિવિષયક નિર્ણયો અને મહત્ત્વપૂર્ણ બાબતોની માહિતી રજૂ કરવા માટે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની પ્રવક્તા મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે. કનુભાઈ દેસાઈ અને બળવંતસિંહના સ્થાને નવા પ્રવક્તા મંત્રીઓ બનાવવામાં આવ્યા છે, ખાસ વાત છે કે, કેબિનેટ સહિત સરકાર વતી બ્રિફીંગની જવાબદારી વાઘાણી અને સંઘવીની રહેશે. જેમાં ગૃહ, ઉદ્યોગ, પ્રવાસન, વાહન વ્યવહાર, રમત-ગમતની સાથે સંઘવી પ્રવકતા મંત્રી છે, અને કૃષિની સાથે સાથે જીતુ વાઘાણીની પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. અગાઉની સરકારમાં જીતુ વાઘાણી પ્રવક્તા મંત્રી રહી ચૂક્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola