Nadiad News: નડિયાદ SC-ST સેલનો ASI લાંચ લેતા ઝડપાયો
આર્થિક મંદી અને નાણાં ખેંચનું દર્દ કદાચ આપણાં ગુજરાતમાં લાગુ નથી પડતું, કેમ કે, આપણે ત્યાં તો લાંચ પણ લાખોમાં લેવાય. તે પણ કોણ, કોઈ IAS કે IPS થયેલા સાહેબ નહી, એએસઆઈ એટલે કે આસિસ્ટન્ટ સબ ઈન્પેક્ટર પણ લાંચ લે તો પાંચ દસ પચ્ચીસ હજારની નહીં ચાર લાખની. નડિયાદ SC-ST સેલના ASI જયદીપસિંહ સોઢા પર ચાર લાખ રૂપિયાની લાંચ લેવાનો આરોપ લાગ્યો છે. જે વ્યક્તિની એટ્રોસિટીની ફરિયાદ અંતર્ગત ધરપકડ થઈ હતી તેને આ એએસઆઈ સાહેબે લોક અપમાં બેસાડ્યા સિવાય ઘરે જવા દેવા માટે ચાર લાખ રૂપિયા માગ્યા હતા.જોકે, એ વાત અલગ છે કે ASI સાહેબ SC-ST સેલની કચેરીના કમ્પાઉન્ડમાં જ લાંચ રિશ્વત બ્યૂરોના હાથે રંગે હાથ ઝડપાયા..હવે જો ASI લાંચમાં પણ ચાર લાખ રૂપિયાની અપેક્ષા રાખતા હોય તો પછી PSI, PI, ACP, DCP, DSP, CP એ લેવલે તો કેટલી મોટી માંગણી થતી હશે અને જો લાખો રૂપિયામાં લાંચ અપાતી હોય તો પછી આપણા ત્યાં કેટલો રૂપિયો લાંચ રૂશ્વતમાં જતો હશે...