ABP અસ્મિતા સન્માન પુરસ્કાર 2025: સમાજ સેવક સુરેશ આહિરનું સન્માન
ABP અસ્મિતા સન્માન પુરસ્કાર 2025: સમાજ સેવક સુરેશ આહિરનું સન્માન
ખુદ નાઈલાજ એવી મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની બીમારીથી પિડીત....85 ટકા દિવ્યાંગ....પાણી પીવા બે હાથની ને પડખું ફેરવવા અન્ય કોઈનો સહારો લેવો પડે.......આવી બિમારી છતાં સમાજ પાસે સેવાની અપેક્ષા ન રાખી,પોતાના જેવા દિવ્યાંગોના જીવનમાં દિવ્યતા લાવી સમાજની સેવા કરવાનું જનૂન રાખતા ખમીરવંતા કચ્છના સંઘડ ગામના સુરેશભાઈ આહીર.....મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના પિડીતો માટે સરકારી સહાય,જલ્દી સારવાર, ફિઝિયોથેરાપી ,ઈલેક્ટ્રિક વ્હીલચેર તેમજ સ્થાનિક સ્તરે મદદ મળી રહે તે માટે તેઓ સરકાર સુધી રજૂઆત કરીને બનતી તમામ મદદ કરે છે.દાતાઓ શોધી શોધીને દિવ્યાંગોને સાધન સહાય મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ છે....તેમના પ્રયત્નોના પરિણામે જ કચ્છને મળ્યું દિવ્યાંગોને ઘરે બેઠા ફિઝિયોથેરાપી મળી રહે તે માટેનું ફિઝિયો સેંટર....સમાજમાં તેમના આ યોગદાન બદલ તેમને અસ્મિતા સન્માન પુરસ્કારથી પુરસ્કૃત કરીએ..........