BIG New: રાજકોટમાં ભાજપના નેતા પર હુમલો! PI સંજય પાદરીયાએ હુમલો કર્યો હોવાનો લગાવ્યો આરોપ

Continues below advertisement

 

રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલા એક પાર્ટી પ્લોટમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલાની ઘટના બની છે. આ હુમલામાં જયંતિ સરધારાને ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેમને હાલમાં ગિરિરાજ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટનાને લઈને શહેરમાં ચર્ચાઓનો દોર શરૂ થયો છે. મળતી માહિતી મુજબ, આ હુમલો ખોડલધામ સાથે સંકળાયેલા પીએસઆઈ સંજય પાદરીયા દ્વારા કરવામાં આવ્યો હતો. જયંતિ સરધારા સરદાર ધામના ઉપપ્રમુખ બનતાં જ આ હુમલો થયો હોવાની શંકા સેવાઈ રહી છે.

જયંતિ સરધારાએ આરોપ લગાવ્યો છે કે, સંજય પાદરીયાએ તેમના પર હથિયાર વડે હુમલો કર્યો હતો. તેમણે જણાવ્યું કે, તેઓ સરદાર ધામના ઉપપ્રમુખ બન્યા હોવાથી આ હુમલો થયો છે.આ ઘટનાને લઈને રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. અનેક આગેવાનો ગિરિરાજ હોસ્પિટલ પહોંચીને જયંતિ સરધારાને મળ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

જયંતિભાઈ સરધારાએ આરોપ લગાવ્યો છે કે,  નરેશભાઈ પટેલના ઇશારે મારા પર પીઆઇ સંજય પાદરીયા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. ખોડલધામ અને સરદાર ગામના વિવાદના કારણે આ હુમલો થયો છે. મને કહેવામાં આવ્યું કે તું શા માટે સરદાર ગામનો ઉપપ્રમુખ બન્યો. ત્યારબાદ મારી ઉપર હુમલો કર્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram