Aravalli News: અરવલ્લીના બાયડમાં અંબાજી આશ્રમના મહારાજ પર હુમલો
Aravalli News: અરવલ્લીના બાયડમાં અંબાજી આશ્રમના મહારાજ પર હુમલો
અરવલ્લીના બાયડમાં અંબાજી આશ્રમના મહારાજ પર હુમલો. બોરોલમાં કેટલાક અસમાજિક તત્વોએ કર્યો હુમલો..ચોરી કરવાના ઈરાદે હુમલો કર્યો હોવાના આક્ષેપ. આશ્રમના મહારાજને ઈજા પહોચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. પોલીસે વધુ તપાસ હાથ ધરી.
અરવલ્લી જિલ્લામાં આશ્રમના મહારાજ પર જીવલેણ હુમલો. બાયડના બોરોલમાં આવેલ અંબાજી આશ્રમમાં શુક્રવારની મોડી રાત્રે કેટલાક અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો.. ચોરી કરવાના ઈરાદે આવેલા અજાણ્યા શખ્સોએ આશ્રમના મહારાજ પર હુમલો કર્યો.. હુમલામાં મહારાજને હાથ અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી.. ઈજાગ્રસ્ત હાલતમાં મહારાજને તાત્કાલિક સારવાર માટે વાત્રકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. હુમલાની ઘટના બનતા બાયડ પોલીસે પણ ઘટનાસ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી
Tags :
Aravalli News