Gujarat Police | આણંદમાં નશો કરાવી સગીરા પર દુષ્કર્મનો પ્રયાસ, બે હેવાનોની ગણતરીના કલાકોમાં ધરપકડ
આણંદના બેડવા ગામમાં સગીરા પર દુષ્કર્મનો પ્રયાસ. પીડિતાની બહેનપણી રાત્રે ગામની શાળામાં લઈ ગઈ હતી. બહેનપણીના ભાઈ તેમજ તેના મિત્રએ સગીરાને નશીલો પદાર્થ પીવડાવી દુષ્કર્મનો પ્રયાસ કર્યો. જો કે સગીરાએ બુમાબુમ કરતા ત્રણે થયા ફરાર. ખંભોળજ પોલીસે બંને આરોપીની કરી અટકાયત...
આણંદમાં સગીરા પર દુષ્કર્મનો પ્રયાસ કરાતા મચી ગયો હડકંપ. સગીરાની બહેનપણી તેને રાત્રે ગામની શાળામાં લઈ ગઈ હતી. આ સમયે બહેનપણીનો ભાઈ અને તેનો અન્ય એક મિત્ર ત્યાં આવ્યા. મિત્રએ સગીરાને બોટલમાંથી પાણી પીવડાવ્યું. જો કે, પાણીમાં નશીલો પદાર્થ ભેળવ્યો હોવાથી સગીરાને ઘેન ચડ્યું. બાદમાં આરોપીએ સગીરા પર દુષ્કર્મનો પ્રયાસ કરતાં સગીરાએ બૂમાબૂમ કરી. આ સમયે શાળાની આસપાસ રહેતા લોકો દોડી આવ્યા. લોકોને આવતા જોઈ ત્રણેય ભાગી ગયા. પોલીસ ફરિયાદ થતાં ત્રણેયની અટકાયત કરાઈ છે.