Banas Dairy News : બનાસ ડેરી હરિત ક્રાંતિના માર્ગે, સહકાર મંત્રાલય કરાવશે બટાકાના બિયારણનું ઉત્પાદન
Banas Dairy News : બનાસ ડેરી હરિત ક્રાંતિના માર્ગે, સહકાર મંત્રાલય કરાવશે બટાકાના બિયારણનું ઉત્પાદન
પહેલા પશુપાલકોની સાથે હવે ખેડૂતોના આર્થિક ઉત્થાન અર્થે બનાસ ડેરી ઐતિહાસિક પગલુ ભરી રહી છે. શ્વેત ક્રાંતિ એટલે કે દૂધની ક્રાંતિ ત્યારબાદ સ્વીટ ક્રાંતિ એટલે કે મધનું ઉત્પાદન અને હવે હરિત ક્રાંતિ લાવવા માટે બનાસ ડેરી કટિબદ્ધ બની છે. બટાકાના ઉત્પાદન માટે સહકાર મંત્રાલય બનાસ ડેરી પાસે બિયારણનું ઉત્પાદન કરાવડાવશે. સહકાર મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ નવી દિલ્લીમાં સહકાર સચિવ અને બનાસ ડેરી વચ્ચે ઐતિહાસિક કરાર થયા છે. જે અંતર્ગત ભારત બીજ સહકારી સમિતિ અને બનાસ ડેરીના સંયુક્ત ઉપક્રમે બટાકાના બિયારણનું ઉત્પાદન થશે. કેમ કે બીજ ઉચ્ચ ગુણવત્તાવાળુ હોય તો સ્વભાવિક રીતે જ ઉતારો પણ સારો આવતો હોય છે. જ્યારે બિયારણ ખરાબ નીકળે છે ત્યારે ખેડૂતની ખેતી બરબાદ થાય છે આજ કારણ છે કે સહકારી ક્ષેત્રમાં વૈજ્ઞાનિક ઢબે અનેક રિસર્ચ બાદ બિયારણનું ઉત્પાદન શરૂ થવા જઈ રહ્યું છે. આ જ મુદ્દે ચર્ચા કરવા બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી આપણી સાથે જોડાયા છે.