Banaskantha : મહાઠગ નિરંજન શ્રીમાળી સામે નોંધાઈ ફરિયાદ, એબીપી અસ્મિતાના અહેવાલની અસર

Continues below advertisement

 

એબીપી અસ્મિતાના અહેવાલની બનાસકાંઠામાં મોટી અસર જોવા મળી રહી છે.. બનાસકાંઠાના મહાઠગ નિરંજન શ્રીમાળી પર છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે.. જરાતમાં અત્યારે એક બાદ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાથ કરવામાં આવી રહ્યો છે, ત્યારે મહેસાણામાંથી વધુ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મહેસાણામાં NOW START પોન્ઝી સ્કીમથી કરોડોની છેતરપિંડી થતી હોવાનો પર્દાફાશ કરવામાં આવ્યાં છે. એટલું જ નહીં પરંતુ NOW START પોન્ઝી સ્કીમમં અનેક લોકો ફસાયા હોવાનું સામે આવ્યું છે. અત્યારે આ પોન્ઝી સ્કીમનો પર્દાફાશ કરી દેવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, પાલનપુર ખાતે NOW STARTની ઓફિસ આવેલી છે. જેમાં નિરંજન શ્રીમાળી NOW START નામથી સ્કીમ ચલાવતો હતો. વિગતો એવી પણ સામે આવી છે કે, નિરંજન શ્રીમાળી રોજના 1 ટકા લેખે રોકાણ ઉપર વળતર આપવાની લાલચ આપતો હતો. ચેનલ સિસ્ટમથી કામ કરી અન્ય લોકોને સ્કીમમાં ફસાવતા હતાં. નોંધનીય છે કે, વિરમ ઠાકોર નામનો શખ્સ છેતરપિંડીનો ભોગ બન્યો હતો. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram