Geniben Thakor | બનાસકાંઠામાં ધૂળ ખાતી સાયકલો મુદ્દે કોંગ્રેસ સાંસદ ગેનીબેને ઉઠાવ્યા સવાલ
રાજ્યમાં અનેક જગ્યાએ સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ નવમાં અભ્યાસ કરતી દીકરીઓને આપવાની સાયકલો ધૂળ ખાઈ રહી છે બનાસકાંઠામાં પણ ધૂળખાતી સાયકલોનું નિરીક્ષણ કરવા સાંસદ ગેનીબેન ઠાકોર પહોંચ્યા હતા અને સાયકલોનું નિરીક્ષણ કરી સરકાર ઉપર પ્રહાર કર્યા અને તાત્કાલિક ધોરણે સાયકલનું વિતરણ થાય તેવી વ્યવસ્થા કરવા માંગ કરી હતી..
વિઓ.. બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર આજે ધાનેરાની મુલાકાત દરમિયાન ધૂળખાતી સાયકલોનું પણ નિરીક્ષણ કર્યું હતું 2023 ના વર્ષની 800 થી વધુ સાયકલો ધાનેરા ખાતે ધૂળ ખાઈ રહી છે ગેનીબેન ઠાકોર નું માનીએ તો બનાસકાંઠામાં 10,000 કરતા વધુ સાયકલોનું હજુ સુધી વિતરણ નથી થયું જેના પગલે ગેનીબેન ઠાકોરે સરકાર ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા સાથે સાથે પત્ર લખી સરકારને સૂચન કરવાની પણ ખાતરી આપી છે જોકે એજન્સી દ્વારા સમાજ કલ્યાણ વિભાગને સાયકલો હેન્ડ ઓવર કરવામાં ન આવતા આ સાયકલો હાલ ધૂળ ખાઈ રહી છે જોકે સરકાર ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો પણ લગાવવામાં આવ્યા. રાજસ્થાનમાં 3300 માં સાયકલો હાલ એજન્સીઓ દ્વારા અપાતી હોય છે તો બીજી તરફ ગુજરાતમાં 4400 રૂપિયામાં આ સાઇકલો નું પેમેન્ટ એજન્સીઓને કરાવી રહ્યું છે જોકે 1000 રૂપિયા જેટલો ડિફરન્ટ રહેતા ગેનીબેન ઠાકોરે સરકાર ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ પણ લગાવ્યા છે જે એજન્સીઓએ ભ્રષ્ટાચાર કર્યો હોય તેની સામે પગલાં લઈ સાઈકલનું વિતરણ કરવામાં આવે તેવી માંગ કરી છે..