
Banaskantha Crime: બનાસકાંઠામાં બાળકોના હાથ પર બ્લેડના કાપા, તપાસનો ધમધમાટ શરૂ
Banaskantha Crime: બનાસકાંઠામાં બાળકોના હાથ પર બ્લેડના કાપા, તપાસનો ધમધમાટ શરૂ
અમરેલીના બગસરાની શાળામાં વિડીયો ગેમના રવાડે ચડેલા એક બાળકે સાથી છાત્રોને હાથ પર બ્લેડના કાપા કરે તો 10 રૂ. આપવાની વાત કહેતા 40 છાત્રોએ પોતાના હાથપર ઘા કરવાની ઘટના બાદ ડીસામાં પણ શાળામાં બાળકોમાં હાથ પર બ્લેડના કાપા બાદ સ્થાનિક વહીવટી તંત્ર ડીસા પહોંચી તપાસ કરી હતી. જોકે આખો મામલો દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ મામલો મીડિયામાં આવતા શિક્ષકોએ પોતાનું મૌન તોડ્યું છે..
વિદ્યાર્થીઓનું કાઉન્સિલિંગ કરાવ્યું
ઘટના અંગે ડીસાની રાજપુર પે કેન્દ્ર શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે. આ બનાવ એક દિવસ અગાઉની છે જ્યાં અમે બે-ત્રણ વિદ્યાર્થીઓના હાથમાં કાપા જોતા તેઓની પૂછપરછ કરતા વિદ્યાર્થીઓએ મોબાઈલ ગેમના સહારે એકબીજાને સોગંદ આપી આ કાપા મરાવ્યા હોવાનું જણાયું હતું. જો કે બીજા દિવસે પેપરમાં બગસરાની ઘટના આવતા અમે આ બાબતે ચિંતા વ્યક્ત કરી તાત્કાલિક ટીપીઈઓને જાણ કરી તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીને બોલાવી વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે કાઉન્સિલિંગ કરાવ્યું હતું. હાથ પર કાપવા મારવાની ઘટના બાદ તમામ બાળકો સ્વસ્થ્ય છે પરંતુ અત્યારે ઇશ્યુ બનતા શાળાએ આવ્યા નથી.
વાલીએ કોઈને કશું જણાવ્યું જ નહીં
ડીસાના એક વાલી એ નામ ન આપવાની શરતે જણાવ્યું કે "ઉતરાયણ આસપાસ બાળકના હાથ ઉપર બ્લેડના નિશાન જોયા હતા પણ અમે ગંભીરતા લીધી ન હતી. તેમજ કોઈને જણાવ્યું ન હતું. દરમિયાન આ વિસ્તારની એક શાળામાં આવા બાળકો સાથે પાલનપુરથી અધિકારીઓ વાત કરવાના છે એવું જાણવા મળતા અમે અમારા બાળકોને શાળાએ મોકલ્યા જ નહોતા.