બનાસકાંઠામાં ખેડૂતોએ જાતે જ કરી કેનાલની સફાઇ, કેનાલમાં પાણી છોડવાની કરી માંગ
Continues below advertisement
બનાસકાંઠાના થરાદ પંથકમાં આવેલી કેટલીક કેનાલોમાં ખેડૂતોએ જાતે જ સફાઇ કરી હતી. ઇઠાટા જમડાં અને લોરવાડાના ખેડૂતોએ રવિપાક માટે જમીન ખેડીને તૈયાર રાખી પરંતુ નર્મદા વિભાગે પાણી ના છોડતા ખેડૂતોએ પ્રશાસન પાસે પાણીની માંગ કરી. ખેડૂતો દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા છે કે નર્મદા વિભાગ કેનાલોમાં અધકચરી રીતે સફાઈ કરી બિલો પાસ કરાવી લીધા ત્યારે લોરવાડા કેનાલ વિસ્તારમાં આવતા તમામ ખેડૂતોએ જાતે કેનાલમાં ઉતરી કેનાલમાં સફાઈ કરી. જો પાણી છોડવામાં નહીં આવે તો નર્મદા વિભાગની કચેરી આગળ ધરણા ઉપર બેસવાની ચીમકી આપી હતી.
Continues below advertisement