Banaskantha Flood: વાવ અને સૂઈગામમાં આવતી કાલે શૈક્ષણિક કાર્ય બંધ, જુઓ અહેવાલ

Banaskantha Flood: વાવ અને સૂઈગામમાં આવતી કાલે શૈક્ષણિક કાર્ય બંધ, જુઓ અહેવાલ

બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ અને જળબંબાકારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વાવ અને સુઈગામ તાલુકાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આવતીકાલે, 10 સપ્ટેમ્બર, 2025 ના રોજ રજા જાહેર કરવામાં આવી છે.

આ નિર્ણય મુજબ, આ બંને તાલુકાની તમામ આંગણવાડી, શાળાઓ અને કોલેજો બંધ રહેશે. બીજી તરફ, વરસાદના કારણે નાગલા ગામ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે, જ્યારે NDRF ની ટીમોએ વિવિધ વિસ્તારોમાંથી 380 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે.
 
બનાસકાંઠા જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ખાસ કરીને સરહદીય વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, જેના પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola