Banaskantha Heavy Rain: બનાસકાંઠા જળબંબાકાર | Abp Asmita | 03-07-2025

Banaskantha Heavy Rain: બનાસકાંઠા જળબંબાકાર | Abp Asmita | 03-07-2025

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે  બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે બનાસકાંઠામાં ભારે વરસાદે તારાજી સર્જી છે. મળતા અહેવાલ પ્રમાણે વડગામમાં 10 ઈંચથી વધુ, પાલનપુરમાં 7 ઈંચ અને દાંતીવાડામાં 6.02 ઈંચ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે તમામ શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી છે.  વડગામ અને પાલનપુરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે બનાસકાંઠાની નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે.                                          

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola