Geniben Thakor : બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખીને કરી આ માંગો

Continues below advertisement

બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખીને ગુજરાતમાં દારૂના દૂષણને લઈને ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે બનાસકાંઠાની બોર્ડર મારફતે રાજસ્થાન અને મધ્યપ્રદેશથી મોટી માત્રામાં દારૂ ગુજરાતમાં ઠાલવવામાં આવી રહ્યો છે. આ દારૂના દૂષણના કારણે હજારો મહિલાઓ વિધવા બની રહી છે અને યુવાનોના મોત થઈ રહ્યા છે.

ગેનીબેન ઠાકોરે પત્રમાં વધુમાં જણાવ્યું છે કે ઝેરી અને ખરાબ દારૂના કારણે અનેક યુવાનો મૃત્યુ પામ્યા છે, જેના લીધે હજારો મહિલાઓ વિધવા બની છે અને બાળકો અનાથ થઈ રહ્યા છે. તેમણે બેન-દીકરીઓની જિંદગી સલામત ન હોવાનું જણાવીને તેમની વેદના માત્ર મહિલા અધિકારી જ સમજી શકશે તેમ જણાવ્યું હતું. આથી, ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક (SP) તરીકે મહિલા IPS અધિકારીને મૂકવાની માંગણી કરી છે.

બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સંયુક્ત રીતે મુખ્યમંત્રીને આ પત્ર લખ્યો છે. પત્રમાં બનાસકાંઠા જિલ્લાની બોર્ડર થકી રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ગુજરાતમાં ઘૂસાડવામાં આવતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram