Banaskantha Traffic | પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યા મુદ્દે ખુદ જિલ્લા પોલીસવડા આવ્યા મેદાને

Banaskantha Traffic | પાલનપુર શહેરમાં ટ્રાફિક સમસ્યાને લઇ એસપી, પ્રોબેશનલ ડીવાયએસપી સહીત પીઆઇ મેદાને. શહેરના ગુરુનાનક ચોક વિસ્તારમાં વધતી ટ્રાફિક સમસ્યાને લઇ ખુદ એસપીને ઉતરવું પડ્યું મેદાને. એસપીએ ગુરુનાનક ચોક સહીતના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રસ્તા પર પાર્ક થયેલા વાહનો હટાવ્યા. ટ્રાફિક સમસ્યાને લઇ ખુદ એસપીને મેદાને ઉતરવાનો વારો આવતા શહેરની ટ્રાફિક પોલીસની કામગીરી પર ઉઠ્યા અનેક સવાલો. ગુરુનાનક ચોકથી ગઠામણ દરવાજા સુધી એસપીએ હાથ ધાર્યું ફૂટ પેટ્રોલિંગ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola