
Ambalal Patel Prediction: ઠંડીમાં ઠુંઠવાવા તૈયાર રહેજો! હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
રાજ્યમાં હાલમાં ઠંડીનો ચમકારો ઓછો થયો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં કાતિલ ઠંડીને લઈ ફરી એક વખત આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચાર દિવસ બાદ ફરી કાતિલ ઠંડીનો રાઉન્ડ શરુ થશે. અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, 24 તારીખ સુધી થોડી ગરમી પડશે. 25 તારીખથી ગુજરાતમાં ફરી ઠંડી શરૂ થશે. ફેબ્રુઆરીની શરૂઆતમાં ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો આવશે. જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં કોઈ-કોઈ ભાગમાં માવઠા થશે. 27 જાન્યુઆરી બાદ ગુજરાતમાં 12થી 17 ડિગ્રી તાપમાન રહેશે.
જાન્યુઆરી મહિનો પુરો થવાની તૈયારીમાં છે, હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોના મતે આ વખતે શિયાળો લાંબો ચાલશે. હવે આ બધાની વચ્ચે રાજ્યમાં ઠંડી અને માવઠાને લઇને મોટું અપડેટ સામે આવ્યુ છે. અંતિમ સપ્તાહમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજને કારણે ગુજરાતમાં 21થી 30મી જાન્યુઆરી સુધીમાં હવામાનમાં ભારે પલટો આવશે અને ફરીથી માવઠું થવાની શક્યતા સેવાઇ રહી છે.