Bharatiya Kisan Sangh | સરકાર ખેડૂતોની વ્હારે આવે, ભારતીય કિસાન સંઘની માંગ

Continues below advertisement

Bharatiya Kisan Sangh |  આજે ખેડૂતોને સહાય મુદ્દે ભારતીય કિસાન સંઘે પત્રકાર પરિષદ સંબોધી હતી. ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર. કે. પટેલે  જણાવ્યું હતું કે, પ્રકૃતિની સાથે જોડાઈ રહેવાની જરૂરિયાત ઊભી થઈ હોય એવું દેખાય છે. બીજું, ખાસ કરીને અત્યારે, કેટલીક માનવસર્જિત વિકાસ ક્યાંક જીવ સૃષ્ટિને આડે આવતો હોય છે. જ્યાં પાણીના વેણ હતા, ક્યાંક પાકા મકાનો, ક્યાંક પાકા રોડ બની ગયા છે. જેથી પાણી ભરાવવાની પણ સમસ્યાઓ ઊભી થતી હોય છે અને તેમાં પણ ખેડૂતના પાકનું નુકસાન વેઠવાનો વારો આવે છે. તો એ દિશા તરફ પણ સરકારે વિચારવું જોઈએ. ક્યાંક કેટલાક તાલુકાઓને બાદ કરતો, કેટલાક જિલ્લાઓને બાદ કરતો, સમગ્ર જિલ્લાઓની અંદર અત્યારે સરકારે સર્વે કરવાની તાતી જરૂરિયાત છે. અને મન મોટું રાખી અને અધિકારીઓને પણ વિનંતી છે કે જ્યારે સર્વે કરવા જાય ત્યારે આપણો નાનો અને સીમાંત ખેડૂત, સાચો ખેડૂત, બાકી ના રહી જાય એ આપે કાર્યવાહી કરવી જોઈએ. એટલે સમાજ, સરકાર અને પ્રશાસન ત્રણેને વિનંતી છે કે ભઈ ખેડૂતોની વારે આવે.

એરંડા પાકને પણ નુકસાન છે, કપાસને પણ નુકસાન છે, તલને પણ નુકસાન છે. મેં કીધું પ્રકૃતિ આ વખતે સ્વરૂપ જ બદલ્યું છે. પહેલા તો એવું તું કે એકાદ બે દિવસ વરસાદ આવે ને પછી ઉઘાળ કાઢે જ્યારે. એટલે પાણી શોષાઈ જાય અને પાકને જીવનદાન મળતું તું. અત્યારે તમે જોઈ રહ્યા છે આપણે છેલ્લા 15-20 દિવસથી ક્યાય વાદળ ખસ્યા જ નથી જેથી કરીને સૂર્યનારાયણનો જે ગરમી પાકને મળવી જોઈએ જેથી પોષક તત્વો સીધા પ્રકૃતિ આપે છે એ પોષક તત્વો પણ મળ્યા નથી. અધૂરામાં પૂરતાની અંદર ક્યાંક રાસાયણિક ખાતરની પણ બૂમ આવે છે. રાજ્યના રાજ્યપાલ શ્રી અત્યારે જે પ્રાકૃતિક ખેતી અને ગાય આધારિત ખેતીની વાત કરી રહ્યા છીએ તો એ દિશા તરફ પણ ખેડૂત અને સમાજે પડશે જેથી કરીને પાકના વાતાવરણની અંદર વાતાવરણ પ્રરૂપ પાક થાય એ દિશા તરફ પણ ખેડૂતોએ વળવાની જરૂરિયાત છે."

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram