Bharuch Rain: ભરુચમાં વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ, ખેડૂતોની ચિંતમાં વધારો
Bharuch Rain: ભરુચમાં વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ, ખેડૂતોની ચિંતમાં વધારો
ભરૂચ જિલ્લામાં વહેલી સવારથી ધૂધમાર વરસાદ વરસ્યો છે. વાલિયા પંથકમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાતા ધરતી પુત્રો ચિંતાતુર બન્યા છે. અંકલેશ્વર તાલુકામાં પણ પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. અંકલેશ્વર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વધતા ઓછો વરસાદ વરસ્યો છે. અંકલેશ્વરમાં બે કલાકમાં અંદાજે બે ઈંચ જેટલો વરસાદનો નોંધાયો છે. ઝઘડિયા અને હાસોટમાં પણ એક ઇંચ વરસાદ વરસ્યો છે.. ભરૂચ શહેરમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે તો ભરૂચમાં પણ વરસાદી માહોલ છે.