Bharuch Rains: ઝઘડિયા તાલુકામાં વરસાદી પાણીમાં ફસાયેલા કંપની કર્મચારીને રેસ્ક્યુ કરી બચાવાયો

Continues below advertisement

ભરૂચના ઝઘડિયામાં ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાયેલી એક વ્યક્તિનું રેસ્ક્યૂ કરાયું. GIDCના કર્મચારી ઘરે પરત ફરી રહ્યા હતા તે સમયે બાઇક સાથે તણાયા. બે સ્થાનિક તરવૈયાઓની મદદથી કર્મચારી તુષાર પટેલને બચાવી લેવાયા..જો કે બાઇકનો નથી લાગ્યો પત્તો.

 

ભરૂચ જીલ્લાના ઝઘડિયા પંથકમાં રાત્રિના બાર વાગ્યાથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી.જેના પગલે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. અતિ ભારે વરસાદના કારણે નોકરીયાતો અને ધંધાર્થીઓ પણ અટવાયા હતા.મુલદ ચોકડી નજીક વિકાસ હોટલની બાજુ માંથી ખરર્ચી અને ત્યાંથી જીઆઈડીસીને જોડતા રોડ પર પણ ખૂબ મોટા પાયે પાણી ફરી વળ્યા હતા.આ રોડ પર થઈ જુના કાસિયા ગામનો વતની અને ઝઘડિયાની ડીસીએમ કંપનીમાં ફરજ બજાવતોકર્મચારી ખરચી થઈ માંડવા આવી રહ્યો હતો.ત્યારે રોડ પર પાણી ફરી વળ્યા હતા.જેના પગલે તુષાર તેની બાઈક સાથે પાણીમાં ખેંચાઈ ગયો હતો.તે દરમ્યાન તેને એક નાનું વૃક્ષ હાથ લાગતાં તે તેને પકડીને ઉભો રહી ગયો હતો અને તેનુ બાઈક પાણીના પ્રવાહમાં તણાઈ ગયુ હતુ.


ભરૂચમાં પોલીસકર્મીએ એક વ્યક્તિનો જીવ બચાવ્યો. ઝઘડિયામાં વરસાદી પાણીમાં ફસાયેલ કંપનીના કર્મચારીનું કરાયુ રેસ્ક્યૂ. તો ગોઠણસમા પાણીમાં પણ કામગીરી કરતી પોલીસની કામગીરીને ગૃહ રાજ્યમંત્રીએ બિરદાવી. હર્ષ સંઘવીએ વીડિયો પોસ્ટ કરી કામગીરી બિરદાવી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram