શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પાટણ મેડિકલ કૌભાંડ મુદ્દે જવાબ આપવા કર્યો ઇનકાર, જુઓ વીડિયો
Continues below advertisement
પાટણની ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં મેડિકલ માર્ક કૌભાંડમાં મોટો ખુલાસો થયો છે. મેડિકલના પ્રથમ વર્ષની ઉત્તરવહીના રી-ચેકિંગ કૌભાંડ થયાની તપાસ સમિતએ કબુલાત કરી છે.. તપાસ સમિતિના સભ્ય હરેશ ચૌધરીએ એબીપી અસ્મિતા સાથે વાત કરતા ખુલાસો કર્યો. તો વારંવાર વિવાદોમાં રહેલી ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ફરીથી કૌભાંડના ડંકા વાગતા વિદ્યાર્થી સંગઠનોમાં પણ રોષ ભભુકી ઉઠ્યો હતો. સમગ્ર મામલે વિધાનસભા સત્રમાં હાજર શિક્ષણ મંત્રી ભુપેંદ્રસિંહ ચૂડાસમાને એબીપી અસ્મિતાએ સવાલ કર્યો તો શિક્ષણમંત્રીએ કંઈપણ જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો.
Continues below advertisement