BIG News on Gujarat Congress: ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફારઃ આ ઓબીસી નેતાને બનાવાયા પ્રમુખ

 ગુજરાત કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલી પ્રદેશ નેતૃત્વની અનિશ્ચિતતાનો અંત આવ્યો છે. પાર્ટી હાઈકમાન્ડ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના  અધ્યક્ષ પદે ફરી એકવાર અમિત ચાવડાની નિમણૂક કરવામાં આવી છે. આ સાથે જ, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે ખેડબ્રહ્માના ધારાસભ્ય અને અગ્રણી આદિવાસી નેતા તુષાર ચૌધરીને જવાબદારી સોંપવામાં આવી છે.

પ્રદેશ કૉંગ્રેસની કમાન ફરીથી અમિત ચાવડાને સોંપવામાં આવી છે.. જ્યારે તુષાર ચૌધરીને વિધાનસભામાં વિપક્ષના નેતાની જવાબદારી સોંપવામાં આવી છે.. શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાની પસંદગી કરાઈ છે.. અમિત ચાવડા બીજી વખત પ્રદેશ પ્રમુખ બન્યા છે.. અગાઉ તેમણે વર્ષ 2018થી 2021 સુધી પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ બન્યા હતા.. 30 વર્ષથી સત્તામાં આવવા માટે સંઘર્ષ કરી રહેલ કૉંગ્રેસે ફરી જુના ચહેરાની જ પસંદગી કરી છે.. જેમાંથી અમિત ચાવડા ઓબીસી અને તુષાર ચૌધરી આદિવાસી ચહેરો છે.. પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ પદ માટે પાટીદાર સમાજ જ્યારે કોળી સમાજને  પ્રમુખ પદ આપવા માટે વિમલ ચુડાસમા હાઈકમાન્ડ સામે માગ કરી હતી.. વિધાનસભામાં વિપક્ષ નેતા તરીકે પસંદગી થતા તુષાર ચૌધરીના સમર્થકોએ મીઠાઈ વહેચીને નિર્ણયને આવકાર્યો.. સાથે જ તુષાર ચૌધરીને હાર પહેરાવીને ઉજવણી કરી.. 

 

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola