Narmda:જમીન વિવાદમાં સાધ્વીએ પોલીસની હાજરીમાં સાધુને ઝીંકી દીધો ધડામ કરતો લાફો | Abp Asmita

Continues below advertisement

નર્મદા નદીના કિનારે આવેલ નાંદોદ તાલુકાના માંગરોલ ગામે પ્રખ્યાત ધનેશ્વર મહાદેવ મંદિર અને આશ્રમ નો છેલ્લા 25 વર્ષથી વિવાદ ચાલતો આવ્યો છે. આ પ્રોપર્ટી મુદ્દે ત્યાં જ રહેતા બે સાધુઓ વચ્ચે પુનઃ વિખવાદ ઊભો થયો છે. આ મામલો એટલી હદે વધ્યો કે પોલીસ બોલાવી પડી હતી.

પોલીસની હાજરીમા સાધુને મહિલા સાધ્વીએ તમાચો મારતાં સમગ્ર મામલો પોલીસ મથકમાં પહોંચ્યો હતો. પોતાને ધનેશ્વર મંદિરના મહંત જાનકીદાસ બાપુની પત્ની ભાગવતદાસે 100 નંબર પર ફોન કરી ફરિયાદ કરી હતી કે સદાનંદ મહારાજ અને અન્ય લોકોએ એમના આશ્રમ પર રાત્રે પથ્થર મારો કરી અપશબ્દો બોલ્યા હતા. જેને લઈને પોલીસ તપાસ અર્થે પહોંચી હતી, એ દરમિયાન મહંત જાનકીદાસ બાપુની પત્ની ભાગવતદાસ પોલીસ સાથે સદાનંદ મહારાજના આશ્રમ પર પહોંચ્યા હતાં. જ્યાં તેમની વચ્ચે એકબીજા પર આક્ષેપ-પ્રત્યાક્ષેપ થઇ રહ્યાં હતાં.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram