Chaitar Vasava Bail News : ચૈતર વસાવાને મોટી રાહત, ગુજરાત હાઇકોર્ટે મંજૂર કર્યા જામીન

ડેડિયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા માટે આજે હાઈકોર્ટથી રાહતરૂપ સમાચાર મળ્યા છે.. જામીન માટેની ચૈતર વસાવાની અરજીને હાઈકોર્ટે મંજૂર કરી છે. પાંચ જુલાઈએ આદિજાતિ વિકાસ કચેરીની સંકલન બેઠક દરમિયાન ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા પર હુમલો કરવાનો ચૈતર વસાવા પર આરોપ લાગ્યો હતો ધરપકડ બાદ ચૈતર વસાવાને વડોદરા જેલમાં ન્યાયિક હિરાસતમાં મોકલાયા હતા. જોકે વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુ સત્ર માટે જામીન મળ્યા બાદ ફરી એકવાર તેઓને જેલમાં રખાયા હતાં અગાઉ સ્થાનિક કોર્ટ ચૈતર વસાવાની જામીન અરજી ફગાવી ચૂકી હતી. ત્યારબાદ વસાવાએ હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી અને તે અરજીને માન્ય રાખી શરતો સાથે જામીન મંજૂર કરાયા છે.. ચૈતર વસાવાના શરતી જામીન મંજૂર થતા આજે જ જેલમુક્તિ થાય તેવી શક્ય છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola