Amreli Fake Letter Case : લેટરકાંડમાં થશે મોટા ખુલાસા! DIG નિર્લિપ્ત રાયે મુખ્ય આરોપીઓના લીધા નિવેદન
અમરેલી લેટરકાંડ મુદ્દે અત્યાર સુધીના મોટા સમાચાર આવ્યા છે. પાયલ ગોટી પોલીસ અધિકારીના નિવેદન બાદ DIG નિર્લિપ્ત રાય ઓચિંતા જિલ્લા જેલમાં આરોપીઓના નિવેદન લેવા પહોંચ્યા હતા. મુખ્ય આરોપી મનીષ વઘાસીયા સહિત ત્રણ આરોપીના જેલમાં પહોંચીને નિર્લિપ્ત રાયે નિવેદન લીધા છે. મનીષ વઘાસીયા લેટરકાંડનો મુખ્ય આરોપી કૌશીક વેકરીયાને હાની પોહચાડવાનો પોલીસ ફરિયાદમાં આરોપ છે.
અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરતા કથિત લેટરકાંડ મામલે તપાસનો ધમધમાટ આગળ વધ્યો છે. મામલો ગાંધીનગર સુધી પહોંચતાં તપાસ SMCને સોંપાતા SMCના વડા નિર્લિપ્ત રાય તપાસ માટેઅમરેલી પહોંચ્યા હતા. તેમણે પાયલ ગોટી અને ફરિયાદી કિશોર કાનપરિયાનાં નિવેદન લીધા બાદ પોલીસે કરેલા રિકન્સ્ટ્રક્શન સ્થળની વિઝિટ કરી હતી. નિર્લિપ્ત રાયે આજે રિકન્સ્ટ્રક્શનમાં દેખાતા એલસીબી અને સાયબર ક્રાઇમના અધિકારી-કર્મચારીનાં નિવેદન લીધા છે. જે બાદ જેલમાં રહેલા ત્રણ આરોપીઓના પણ નિવેદન લીધા છે.