Surendranagar ED Raid: સુરેન્દ્રનગરમાં EDની કાર્યવાહી મુદ્દે સૌથી મોટા સમાચાર

Continues below advertisement

સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરી હતી. ચંદ્રસિંહ મોરીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટની વિશેષ અદાલતમાં રજૂ કરાયો હતો. ઈડીની ટીમ ચંદ્રસિંહ મોરીના 14 દિવસના રિમાન્ડની માંગ કરશે.  ગઈકાલે ઈડીએ કલેક્ટર, નાયબ મામલતદારના ઘરે દરોડા પાડ્યા હતા. કલેક્ટરના નિવાસસ્થાને 14 કલાક સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું હતું. કલેક્ટર રાજેંદ્ર કુમાર પટેલના PAના ઘરે પણ ઈડીએ દરોડા પાડ્યા હતા. તપાસ બાદ મોટા ખુલાસાઓ થઈ શકે છે. 

સુરેન્દ્રનગર કલેકટર ઓફિસમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ચંદ્રસિંહ મોરીની ઈડીએ ધરપકડ કરી હોવાના અહેવાલ મળી રહ્યા છે. ચંદ્રસિંહ મોરીને લઈ ઈડી અમદાવાદ પહોંચી હતી. જ્યાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટની વિશેષ અદાલતમાં ઈડીની ટીમ રજૂ કરી રિમાન્ડની માંગ કરશે. મંગળવારના ઈડીએ વહેલી સવારથી જ સુરેન્દ્રનગરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સુરેન્દ્રનગર કલેક્ટર અને નાયબ મામલતદાર તથા અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને ઈડીએ દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. 14 કલાકની તપાસ બાદ અંતે મોડીરાત્રીના ઈડીની ટીમે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરી હતી. જેમને ઈડીની ટીમ તરફથી અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સ્થિત વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે વધુ પૂછપરછ અને પુરાવાઓ એકત્ર કરવા માટે ઈડી દ્વારા કોર્ટ પાસે આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola