
Gujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યા
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફુંકાઈ ચુક્યુ છે.. જુનાગઢ મહાનગરપાલિકા અને 66 નગરપાલિકાઓમાં 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. સામાન્ય ચૂંટણીની સાથે જે પાલિકા અને પંચાયતમાં બેઠકો ખાલી પડી છે ત્યાં પેટાચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી. જેમાં ત્રણ મહાનગરપાલિકાની ત્રણ બેઠકો, નગરપાલિકાની ખાલી પડેલી 21, જિલ્લા પંચાયતની નવ, તાલુકા પંચાયતની 91 બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે. જે માટે 27 જાન્યુઆરીથી ઉમેદવારી પત્રક ભરવાની શરૂઆત થશે. જ્યારે 1 ફેબ્રુઆરી ઉમેદવારી પત્રક ભરવાનો અંતિમ દિવસ રહેશે. 3 ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રક ચકાસવામાં આવશે. જ્યારે 4 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી પત્રક પરત ખેંચી શકાશે.. અને બાદમાં 16 ડિસેમ્બરે મતદાન અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે.. જો કે બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકાને ચૂંટણીમાંથી બાકાત રખાઈ છે.. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસી માટે 27 ટકા અનામત બાદ આ પ્રથમ ચૂંટણી યોજાશે. તો ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યા...