ઠાકોર સમાજમાંથી મુખ્યમંત્રી હોવો જોઇએ તેવી માંગણી પણ અલ્પેશ ઠાકોરે શું આપ્યું નિવેદન?
ગુજરાતમાં આગામી 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે અત્યારથી જ રાજકારણ ગરમાવા લાગ્યું છે. પાટીદાર સહિત કેટલાક સમાજ દ્વારા તેમના સમાજના મુખ્યમંત્રી બને તેવી પણ લાગણી વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે ગઈ કાલે ડીસામાં અલ્પેશ ઠાકોરને તેમના સમાજના મુખ્યમંત્રીની માંગ અંગે પૂછવામાં આવતા તેમણે આ અંગે પ્રતિક્રિયા આપી હતી.