Govind Parmar Last Rites : ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન, આજે અંતિમ સંસ્કાર
આણંદ જિલ્લાના ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું 6 માર્ચે શુક્રવારે હાર્ટ અટેકના કારણે નિધન થયું હતું. આણંદની ખાનગી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા, તેમના નિધનના સમાચારથી ગુજરાતના રાજકારણમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમની અણધારી વિદાય અંગે શોક પ્રગટ કરતા દુઃખ વ્યક્ત કર્યું છે.
આજે તેમના અંતિમ દર્શન માટે ભાજપ કોંગ્રેસના નેતા પહોંચ્યા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી. . અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી તેમના નિવાસસ્થાને પહોંચ્યાં હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી. જમાલપુરના પૂર્વ MLA ભૂષણ ભટ્ટ, નડિયાદના MLA પંકજ દેસાઈ, માતરના પૂર્વ MLA કેસરીસિંહ સોલંકી પણ તેમના નિવાસસ્થાન પહોંચ્યા હતા અને અંતિમ દર્શન કરીને પુષ્પાંજલિ આપી હતી.
Tags :
Govind Parmar Last Rites