નીતિન પટેલના મંથરા-વિભિષણના કટાક્ષનો સાંસદો નારણ કાછડિયાએ શું આપ્યો જવાબ? જુઓ વીડિયો

ગાંધીનગરઃ ગુજરાતમાં વિજય રૂપાણી સરકારના રાજીનામા પછી ભાજપમાં આંતરિક વિખવાદના અણસાર જોવા મળી રહ્યા છે. ભાજપના જ અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. નારણભાઈ કાછડિયાએ આક્ષેપ કર્યો છે કે, નીતિન પટેલ સૌરાષ્ટ્રના લોકોને ચોર ગણાવતા હતા. તેમણે કહ્યું હતું કે, સૌરાષ્ટ્રમા સૌની યોજના નીતિન પટેલના કારણે વિલંબમાં પડી. નીતિનબાઈ કહેવા કંઈક માગે છે અને કહી કંઇક અલગ રહ્યા છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola