BJP Parliamentary Board Meeting: કાલે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક, આ મુદ્દે થશે મંથન

આવતીકાલે સવારે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે.  નગરપાલિકાના નવા પ્રમુખ, હોદ્દેદારોના નામ પર મંથન થશે.  સૌથી પહેલા ગાંધીનગર તાલુકા પંચાયત, માણસા પાલિકાના હોદ્દેદારો અંગે મંથન કરવામાં આવશે.  જૂનાગઢ મનપા, 3 તાલુકા પંચાયત, ભાજપ શાસિત પાલિકાના હોદ્દેદારો અંગે ચર્ચા કરવામાં આવશે. 

મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાશે.  મોટાભાગની ચર્ચા કાલે જ પૂર્ણ કરવાની ભાજપની તૈયારી છે.  જો કોઈ ચર્ચા બાકી રહે તો 5 તારીખે સવારે ફરી  બેઠક મળશે.  સવારે 9 વાગ્યે મુખ્યમંત્રી નિવાસસ્થાને પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. 

ગુજરાતમાં ગત મહિને  યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ  જૂનાગઢ મહાનગરપાલિકા,  રાજયની  66 નગરપાલિકાઓ અને 3 તાલુકા પંચાયતની ચૂંટણીમાં  ભાજપની શાનદાર જીત થઈ હતી.  ચૂંટાયેલા સભ્યોના નામ ગેઝેટમાં પ્રસિધ્ધ થયા બાદ સ્થાનિક સ્વરાજયની સંસ્થામાં પદાધિકારીઓની નિયુકતી કરવા માટે મંગળવારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola