Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા ભાજપનો મોટો નિર્ણય, આ નેતાઓને 'નો ટિકિટ'

Continues below advertisement

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ મોટુ અપડેટ સામે આવ્યુ છે. સુત્રો અનુસાર ભાજપ આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખાસ નિયમ પ્રમાણે ઉમેદવારો મેદાનમાં ઉતારવાની રણનીતિ તૈયાર કરી રહ્યું છે. આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપ એક પરિવાર એક હોદ્દો નિયમ અપનાવશે. 3 ટર્મથી ચૂંટણી લડતા નેતાઓને ભાજપ ટિકિટ નહી આપે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કવાયત તેજ શરૂ કરી છે. જો નિયમ લાગુ થશે તો ત્રણ ટર્મથી ઉપરના અથવા તો 60 વર્ષથી વધુના કુલ 32 જેટલા કાઉન્સિલરો-નેતાઓ કપાશે. આ વખતે જુના જોગીઓને પત્તા કપાવવાનું લગભગ નક્કી છે. 

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ ભાજપે ખાસ તૈયારીઓ કરી છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અનેક જુના જોગીઓના પત્તા કપાઈ જશે. ભાજપના ધારાધોરણ અનુસાર હાલના 32 કાઉન્સિલરોને ટિકીટ નહીં મળવાની શક્યતા છે. 3 ટર્મથી ઉપરના અથવા 60 વર્ષથી વધુના કુલ 32 જેટલા કાઉન્સિલરો આ લિસ્ટમાં આવશે. 

સૌથી પહેલા ત્રણ ટર્મથી વધુ ટર્મ ધરાવતા કાઉન્સિલરો ઉપર નજર કરીએ તો અમદાવાદમાં બોડકદેવ વોર્ડના ભાજપના કાઉન્સિલર કાંતિભાઈ પટેલ, વેજલપુર વોર્ડના દિલીપ બગરિયા, રાણીપ વોર્ડના દશરથ પટેલ, નારણપુરા વોર્ડના ગીતાબેન પટેલ, સરદારનગર વોર્ડના કંચન પંજવાણી, ઠક્કરબાપાનગર વોર્ડના કિરીટ પરમાર, સરસપુર વોર્ડના ભાસ્કર ભટ્ટ, સૈજપુર બોઘા વોર્ડના મહાદેવ દેસાઈ, નારણપુરા વોર્ડના જતીન પટેલ, ચાંદખેડા વોર્ડના અરુણસિંહ રાજપૂત, બાપુનગર વોર્ડના અશ્વિન પેથાણી, શાહીબાગ વોર્ડના પ્રતિભા જૈન, 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola